ટ્રમ્પ ચૂંટણી હારશે તો 9/11 જેવો હુમલો ફરી થઇ શકે છેઃ બિન લાદેનની ભત્રીજી
07, સપ્ટેમ્બર 2020

વૉશિંગ્ટન-

અલકાયદાનો લીડર અને વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનની ભત્રીજીએ કહ્યું છે કે જાે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો ૯/૧૧ જેવો હુમલો ફરી થઈ શકે છે. ઓસામાની ભત્રીજીનું નામ નૂર બિન લાદેન છે અને તેણે ટ્રમ્પના સમર્થનમાં આ વાત કરી છે. નૂર બિન લાદેનનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા ફક્ત અને ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ જ કરી શકે છે, જે બિડેન નહીં.

નૂર બિન લાદેને એક ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપતા કહ્ય્šં હતું કે અમેરિકાને ડાબેરી સરકારની કોઈ જરૂર નથી. જાે બિડેન પર નિશાન સાધતા નૂર લાદેને કહ્ય્šં કે સરકાર આવશે તો જાતિય ભેદભાવ વધશે. તેઓ અમેરિકાની સુરક્ષા કરી શકે તેમ નથી. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ યોગ્ય વ્યક્તિ છે.

નૂર લાદેને કહ્ય્šં કે ટ્રમ્પ અગાઉ ઓબામાની સરકાર હતી. તે સમયે બરાક ઓબામા અને જાે બિડન સાથે મળી સરકાર ચલાવી શકતા ન હતા. તે સમયે બન્ને મળી એક ડાબેરી સરકાર ચલાવી રહ્યા હતા. તેમના કાર્યકાળમાં જ ISISએ વિશ્વભરમાં વિસ્તાર થયો અને યુરોપ સુધી તે પહોંચી ગયું.

કાકા (ચાચા)ની બદનામીને લીધે નૂર બિન લાદેને તેનું નામ બદલીને નૂર બિન લાદિન કરી દીધુ છે. નૂરે કહ્યું કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા સુરક્ષિત છે. કારણ કે ટ્રમ્પ સરકાર દેશને બહારના જાેખમોથી બનાવે છે.

નૂરે કહ્ય્šં કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના મૂળ પર હુમલો કર્યો છે. ટ્રમ્પે એટલા માટે પણ ચૂંટણી જીતવી જરૂરી છે કારણ કે તેમની સરકાર અમેરિકા ઉપરાંત પશ્ચિમી સભ્યતાને બચાવવા માટે જરૂરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution