અમદાવાદ-

અત્યાર સુધી માસ્ક અભિયાન , હેલ્મેટ અભિયાન , કરફ્યૂ અભિયાન માં કરોડો ની આવક સરકાર ની તિજોરી ને થયા બાદ હવે 31 ડિસેમ્બર બાદ વાહન ના ડોક્યુમેન્ટ અભિયાન ચાલવાનું છે ત્યારે ગાડી ના કાગળિયા અને લાયસન્સ રેડી રાખજો નહિ તો મોટી રકમ નો ચાંલ્લો કરવો પડશે. સરકારે લાઇસન્સ અને આરસીની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર સુધી વધારી હતી, પરંતુ હવે તેને લંબાવવામાં નહીં આવે. 

હાલ દેશની તમામ આરટીઓમાં વિહિકલ સંબંધિત ડોક્યુમેન્ટ રિન્યૂ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકો ઓનલાઇન એપ્લાય કરીને ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોના નવીકરણની મુદત ૩૧ ડિસેમ્બર, ર૦ર૦ સુધી વધારી હતી.

કોઇ પણ વ્યક્તિ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકે છે, જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવાથી તે રાજ્યની લિંક ઓપન થશે, જેમાં જરૂરી વિગત ભરવાની રહેશે. આરટીઓમાં વ્યક્તિના બાયોમેટ્રિકની તપાસ કરાશે અને ડોક્યુમેન્ટ વેરીફાઇ કરાશે. નવા મોટર વાહન નિયમ અનુસાર જો દ્વિચક્રી કે ફોર વ્હીલ વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોય તો રૂ. પ૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે.

રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ લોકડાઉનના કારણે રાજ્ય સરકારની તમામ કચેરી બંધ અવસ્થામાં હતી અને તેમાંય ખાસ કરીને ગ્રાહકોની અવરજવર હોય તેવી કચેરીઓ સંપૂર્ણ બંધ હતી, જેના પગલે રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં નવાં વાહનોનાં રજિસ્ટ્રેશન અને લાઈસન્સનાં કામ અટકી પડ્યાં હતાં. ત્યારે કેન્દ્ર સરકારે નવી એડ્વાઈઝરી જાહેર કરતાં ૩૧ જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો હતો, જે લંબાવીને ૩૧ ડિસેમ્બર કરાયો છે, પરંતુ હવે તેની મુદત લંબાવાની કોઈ શકયતા જણાતી નથી અને 5000 થી દંડ શરૂ થશે.