ગુજરાતમાં જેમ વડોદરા અને અમદાવાદ એ ઐતિહાસિક સ્થળોને લઇ પ્રચલિત શહેર છે તેમ ભુજ પણ ઐતિહાસિક સ્થળોને લઇ ખૂબ જ પ્રચલિત શહેર છે. ભુજ એ આવતા પ્રવાસીઓને લઇ સૌથી બેસ્ટ આકર્ષણનું કેન્દ્ર છે. 

તમને હરવા-ફરવાનાં શોખિન છો તો તમે હવે બહાર જાઓ તો એક વાર ભુજ અવશ્ય જઇ આવો. અહીં ઐતિહાસિક કલાત્મક ઇમારતો, કિલ્લાઓ અને ઓરીજીનલ હેન્ડીક્રાફ્ટ તેમજ બગીચાઓ અને મંદિરોને લઇ ભુજ ખૂબ જ પ્રસિદ્ધ શહેર છે. પરંતુ જો તમે ભૂજ ફરવા જાઓ તો તમે આટલાં સ્થળોની અવશ્ય મુલાકાત લેજો. 

કચ્છ મ્યુઝિયમઃ 

મ્યૂઝિયમને લઇ વાત કરીએ તો આપે અનેક એવાં જૂનાં મ્યૂઝીયમો જોયાં હશે પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ભુજમાં ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ આવેલું છે. કચ્છનાં કોળી સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતા સિક્કાઓ તેમજ પૌરાણિક કચ્છની ભાષાનાં અનેક નમૂનાઓ અહીં જોવા મળશે. આ સિવાય ક્ષત્રપા શિલાલેખો પણ અહીં જોવાં મળશે.

આઇના મહેલઃ 

આઈના મહેલ એ ભૂજમાં સૌથી પ્રચલિત અને જોવાલાયક સ્થળ છે. આઇના મહેલ એ 18મી સદીમાં બંધાયેલો મહેલ છે. આ મહેલની દિવાલો સફેદ આરસની બનેલી છે તેમજ આ મહેલમાં ભાગે ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલ છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂનાં ચલચિત્રો તેમજ ચાઈનીઝ ટાઈલ્સ અને શાહી પરિવારોની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે જેમાં જૂની તલવારો અને મુજરો કરવામાં આવતો તે જગ્યા પણ અહીં જોવા મળશે.

રામકુંડ વાવઃ 

આ એક એવી અદ્દભુત વાવ છે કે જ્યાં તમને રામાયણનાં પાત્રો તેમજ પ્રમુખ હિંદુ દેવી-દેવતાઓનાં સુંદર ચિત્રો જોવા મળશે. આ વાવ મ્યુઝિયમથી નજીક આવેલી છે.

સ્વામિનારાયણ મંદિરઃ 

તમે અનેક સ્વામિનારાયણ ભગવાનનાં મંદિરો જોયાં હશે પણ તમે ક્યારેય ભૂજનું સ્વામિનારાયણ મંદિર જોયું છે. તો એક વાર તમે અચૂકથી ભૂજનાં સ્વામિનારાયણ મંદિરનાં દર્શન કરજો. કેમ કે ત્યાંની ભગવાનની મૂર્તિ અને એ સિવાય અહીંનાં મંદિરની કલા કોતરણી પણ અદ્દભુત જોવા મળશે.

પ્રાગમહેલઃ 

પ્રાગમહેલ એ એક એવો મહેલ છે કે જેને પહેલી નજરે જોતાં જ સૌ કોઇને અચંબામાં મૂકી દે. પ્રાગમહેલ એ પશ્ચિમી દેશોનાં મહેલ જેવો જ લાગે છે. પ્રાગમહેલની રચના ઈટાલીની ગોથિક શૈલીમાં કરવામાં આવી છે. પ્રાગમહેલનાં ઘણાં તત્વો ભારતીય પણ છે તેમજ ઇ.સ. 2001માં ગુજરાતમાં આવેલા ધરતીકંપને લઇ આ મહેલને ઘણું નુકસાન થયું હતું પરંતુ તેનું રિનોવેશન કરાતા હવે આ મહેલનાં અમુક જ ભાગને પ્રદર્શન માટે મુકાયેલ છે. આ મહેલમાં એક એવું ટાવર આવેલ છે કે જ્યાંથી તમે આખું ભૂજ શહેર જોઇ શકો છો.