કોરોના કાળમાં નારંગી અને મોસંબીની માંગમાં નોંધપાત્ર વધારો
29, એપ્રીલ 2021 1188   |  

દિલ્હી-

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની માગમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેના પગલે જૂનાગઢ યાર્ડમાં પ્રતિદિન ૩ હજાર જેટલા બોક્સની આવક થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં આટલા બોક્સની આવક જૂનાગઢમાં ક્યારેય જોવા મળી નથી પરંતુ જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે, તેવી પરિસ્થિતિમાં નારંગી અને મોસંબીની માગ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે.

અગાઉના વર્ષોમાં આ સમય દરમ્યાન જૂનાગઢમાં પ્રતિદિન 100થી 200 સંતરા, નારંગી અને મોસંબીના બોક્સની આવક જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના લીધે નારંગી અને મોસંબીની માંગ વધી છે. જેના કારણે પ્રતિદિન 200 બોક્સની જગ્યા પર 3 હજાર બોક્સ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખૂટી પડે છે. સતત વધતી માગને પગલે આગામી દિવસોમાં મોસંબી અને નારંગીની આવક વધી શકે છે. જેના માટે એપ્રિલ-મે મહિનાના સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય દિવસોમાં કેરીની પુષ્કળ આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે બિલકુલ વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કેરીની જગ્યાએ મોસંબી,અને નારંગીની માગ વધતા તેની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution