હાઈવે પર ગેરકાયદે ધમધમતા બાયોડિઝલનો પંપ પર દરોડો
23, મે 2021

વડોદરા

નેશનલ હાઈવે -૪૮ પર જાંબુવા બ્રિજથી તરસાલી જતા બાયપાસ રોડ પર આવેલી આઈ માતા મહાસાગર હોટલની પાછળ આવેલી ઓરડીઓ પૈકી બે ઓરડીઓ ભાડે રાખી તેમાં રતન લહેરીલાલ ખટીક (બીજાેમાળા, શ્રીજીદર્શન હા.કો.સો. આજવારોડ)અને રોશન ચુનિલાલ ખટીક (ગણેશનગર વસાહત,ડભોઈરોડ)એ ઈલેકટ્રોનીક્સ ફ્લો મીટર, નોઝલ પાઈપ સાથે ફીટ કરી હતી તેમજ ઓરડીની નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં નાની-મોટી સાઈઝની ટાંકીઓ, બેરલો અને કારબાઓમાં હલકી કક્ષાનું ડિઝલ મિશ્રિત ઓઈલનો જથ્થો રાખી તેને બાયોડિઝલના નામે વાહનચાલકોને ભરી આપી ગેરકાયદે મિની પંપ શરૂ કર્યો હતો. આ બાયોડિઝલના ગેરકાયદે પંપ અંગે શહેર પીસીબી પોલીસને માહિતી મળતા પીઆઈ જે જે પટેલ સહિતના સ્ટાફે આજે ઉક્ત ગેરકાયદે પંપ પર દરોડો પાડ્યો હતો જેમાં મીની પંપથી વાહનમાં રીફીલીંગ કરવા માટે નોઝલવાળો ઈલેકટ્રોનીક્સ પંપ અને ઓરડીની આગળના આગેથી અંડરગ્રાઉન્ડ ૫૦ ફુટ દુર જગ્યામાં ૫ હજાર લીટરની ટાંકીઓ સાથે જાેડાણ કરેલો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ઝડપાયેલા રતન અને રોશન ખટીકના ભાગીદાર ભેરુલાલ ઉર્ફ સુરેશ કૈલાશચંદ્ર ખટીક (તરુણનગર,છાણી) તેમજ રાજકોટ કિસ્મત પેટ્રોલિયમવાળા અજીજભાઈ અને સુરતના કિમ વિસ્તારની ઈસ્ટ ઈન્ડિયા એન્ટરપ્રાઈઝવાળા વિજય પટેલની પણ સંડોવણી હોવાની જાણ થતાં પોલીસે ઉક્ત પાંચેય આરોપીઓ વિરુધ્ધ લાયસન્સ વિના ગેરકાયદે જ્વનલશીલ પ્રવાહી સંગ્રહ કરી વેંચાણ કરવાની અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ પાસેથી ૬ લાખથી વધુની મત્તા કબજે

પીસીબીની ટીમે ગેરકાયદે ધમધમતા પંપ પર દરોડો પાડી ત્યાંથી અલગ અલગ સાઈઝની ૨૪ ટાંકીઓ,બેરલો અને કારબાઓમાં ભરેલુ ૩,૭૪,૫૦૦ની કિંમતનું ૭૪૯૦ લીટર જ્વલનશીલ પ્રવાહી તેમજ રોકડા ૨૩,૬૨૦, બે મોબાઈલ ફોન, મોટર, પાઈપ, ફ્લો પંપ, બે બેટરીઓ અને એક ઓટોરિક્ષા સહિત કુલ ૬,૦૨,૨૭૦ની મત્તા જપ્ત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution