હાલોલ, ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલપુરી ગામમાં રહેતા કાકા અને ભત્રીજા દ્વારા પોતાના ખેતરમાં રીંગણી અને ગવાર ની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડવામાં આવી રહ્યા હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત શુક્રવારે ગોધરા એસ.ઓ.જી પોલીસ અને રાજગઢ પોલીસે સંયુક્ત રીતે બાતમી વાળા ખેતરોમાં રેડ કરતા, બંન્ને ના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડેલ ગાંજાના કુલ ૧૧૧૧ છોડ મળી આવ્યા હતા. જેનું વજન ૧૪ કિલો, ને અંદાજે કિંમત થાય ૧,૪૦,૦૦૦/- રૂ. પોલીસે મુદ્દામાલ કબજે કરી,બંન્ને કાકા ને ભતરીજા વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજાના સેમ્પલ એફ એસ એલ ને મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસને શુક્રવારના રોજ ચોક્કસ બાતમી મળેળ હતી, કે તાલુકાના લાલપુરી ગામના માતાવાળા ફળીયામાં રહેતા બિપીનભાઈ જાલમસિંહ પરમાર અને તેના કાકા અર્જુનસિંહ ભુપતસિંહ પરમાર નાઓ પોતાના કબજાના ખેતરોમાં રીંગણી અને ગવાર ની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડી રહ્યા છે. જેથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોધરા એસ ઓ જી પોલીસ ને રાજગઢ પોલીસે સંયુક્ત રીતે, ઉપરોક્ત બાતમીવાળા ખેતરોમાં રેઈડ કરતાં, બિપીનભાઈ તેમના ખેતરમાં મળી આવ્યા હતા,ને ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવતા, તેમના કાકા અર્જુનસિંહે છ માસ પહેલા ગાંજાના બીજ આપ્યા હતા હોવાનું તેણે જણાવ્યું હતું. જેથી પોલીસે તેની બાજુમાં આવેલ અર્જુનસિંહ ના ખેતરમાં તપાસ કરતા, તેમાં પણ ગાંજા ના છોડ ઉગાડેલ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંન્ને ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડેલ ગાંજાના કુલ ૧૧૧૧ છોડ જેનું વજન થાય ૧૪ કિલો ને અંદાજે કિંમત થાય ૧,૪૦,૦૦૦/- રૂ નો મુદ્દામાલ કબજે કરી, બંન્ને આરોપીઓ કાકા ને ભતરીજા અર્જુનસિંહ ને બિપીનભાઈ ની અટકાયત કરી તેમના વિરૂદ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજા ના સેમ્પલ એફ એસ એલ ને મોકલી આપી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.