23, ઓગ્સ્ટ 2020
વડોદરા : શહેરના બાપોદ, આજવા રોડ, ખોડિયારનગર અને મુરલીપુરા ગામે મકાનમાં દરોડો પાડી વન વિભાગે એક સ્ટાર કાચબો, ચાર પહાડી પોપટ અને એક સુલપાણેશ્વર પોપટને કબજે કરીને મુક્ત કર્યા હતા. પોપટને પાંજરે પૂરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત એસપીસીએના રાજ ભાવસારને માહિતી મળી હતી કે, બાપોદ, આજવા રોડ, મણિનગર, ખોડિયારનગર અને આજવા બાયપાસ મુરલીપુરા ગામના મકાનમાં ગેરકાયદે રીતે પોપટ પાંજરામાં પૂરી રાખવામાં આવ્યો છે તેમજ એક મકાનમાં પોપટની સાથે સ્ટાર કાચબો પણ રાખવામાં આવ્યાની માહિતીના આધારે વન વિભાગની ટીમ સાથે દરોડો પાડીને બાપોદના મકાનમાંથી બે પહાડી પોપટ, આજવા રોડ મણિનગરના મકાનમાંથી એક પોપટ, આજવા રોડ બાયપાસ મુરલીપુરા ગામે એક મકાનમાંથી પાંજરામાં પૂરી રાખવામાં આવેલ સુલપાણેશ્વર પોપટ ઉપરાંત ખોડિયારનગરમાં એક મકાનમાંથી એક સ્ટાર કાચબો અને એક પહાડી પોપટ મળીને કુલ પાંચ પોપટ અને એક સ્ટાર કાચબો વન વિભાગે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.