24, નવેમ્બર 2023
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા મોટકા હનુમાનજી મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ યોજવામા આવ્યો હતો. જેમા ગુરુવારે રાજ્યપાલ આચાયઁ દેવવ્રતજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ દ્વારા ધામિઁક પ્રસંગમાં ઉપસ્થિત રહીને ખેડુતો સાથે પ્રકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માગઁદશઁન આપ્યુ હતુ. જેમા જણાવાયુ હતુ કે રામાયણ તથા મહાભારત દેશમાં વિતેલા ઇતિહાસના મહત્વપુણઁ ગ્રંથ છે. જ્યારે દેશના વડાપ્રધાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિભઁર બનાવે તેવુ સ્વપ્ન સાકાર કરવા પુરતો પ્રયત્ન હાથ ધરાઇ રહ્યો છે. એક તરફ આખુય વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમશ્યાથી પીડાય છે ત્યારે કૃષિ ઉત્પાદન અને સ્વાસ્થ્ય જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે. રાજ્યપાલ આચાયઁ દેવવ્રતજી દ્વારા ગાયના છાણ અને ગૌમુત્રમાથી પ્રાકૃતિક ખેતી માટે ખનીજનો ભંડાર હોવાનુ પણ ઉમેયુઁ હતુ. માનપુર ગામે આ ધામિઁક પ્રસંગે મુખ્ય મહેમાનમા કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.