07, ફેબ્રુઆરી 2022
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી જુના ઘનશ્યામગઢ ગામ તરફ જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોય જેનુ મુખ્ય કારણ ઘનશ્યામગઢ ગામેથી ઓવરલોડેડ ડમ્ફરો લીધે આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે ત્યારે આ રોડ બિસ્માર હોવાથી ઘનશ્યામગઢ, કંકાવટી, અંજાર સહિતના ગામોમા રહેતા સ્થાનિકોને અહિથી નિકળવું ખુબ જ મુશ્કેલ થતુ હતુ અને ખાસ કરીને આ વિસ્તાર માથી સરકારી બસો નિકળતા ખરાબ રસ્તાના લીધે વારંવાર બસોમાં કોઇને કોઇ ખરાબી થતી હતી જેના લીધે અપડાઉન કરતા વિધાથીઁઓને સમયસર અભ્યાસ માટે પહોચી શકતા ન હતા.
આ બાબત મોટી માલવણ જીલ્લા પંચાયત સીટના સદશ્ય પપ્પુભાઇ ઠાકોરને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરી કામગીરી કરી હતી. આ તરફ વષોઁથી ખાડાનુ સામ્રાજ્ય જામેલા રોડનું સમારકામ થતા ઉપરવાસના ગામડાઓના રહિશોને તથા દરરોજ અહિથી મુશાફરોને કરતા સ્થાનિકોને કાયમી ધોરણે પ્રશ્નનો નિકાલ આવતા ખુશી વ્યક્ત કરી હતી.