સમગ્ર દુનિયામાં હાલ કોરોનાનો કહેર જાવા મળી રહ્યો છે. હજુ સુધી આ મહામારી સામે લડવાની કોઈ વેક્સીન કે દવા શોધાઇ નથી. આ તમામ મુશ્કેલીઓ ઓછી હોય તેમ લોકો તેના ધંધા રોજગાર વગરના થઈ જતા આર્થિક ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે. બોલિવૂડ પણ આ તમામ વસ્તુઓથી બચી શક્યું નથી. લોકડાઉન થયા બાદ હવે ધીરે ધીરે અનલોક થઈ રહી છે. છતા જીવન ગાડી ફરી પાટે ચડે એ વાતમાટે હજુ થોડો સમય લાગશે. બોલિવૂડમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આર્થિક સમસ્યાના કારણે કલાકારોના હાલ બેહાલ થયા છે. તાજેતરમાં તમિલ ફિલ્મ ઉદ્યોગના ડિરેક્ટર પણ આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર આનંદ કોરોના વાયરસના કારણે કરિયાણાની દુકાન ચલાવવા મજબુર થયા છે. આનંદે આ અંગે વાત કરતા કહ્યું કે તેને આ કામ મળી ગયું છે, હાલ ખુબજ કપરો સમય ચાલી રહ્યો છે કોઇ કામ નાનુ નથી અને હું મારા આ કામથી ખુશ છુ. આનંદે કહ્યું હતું કે ‘મને આ વર્ષે ફિલ્મ ઉદ્યોગ અનલોક થવાની સંભાવના દેખાતી નથી. આથી હવે મે બીજા રસ્તો અપનાવી લીધો છે. હું ગ્રાહકોને વધારવા માટે ઓછા ભાવે માલ વેચું છું. હું આ કામથી ખુશ છું. નોંધપાત્ર વાત એ છે કે, તમિળ ફિલ્મ નિર્દેશક આનંદ છેલ્લા ૧૦ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં છે. કોરોનાને કારણે, તેને આ સમયે આ કામ કરવાની ફરજ પડી છે.