દાહોદ તાલુકાના રાબડાલ ખાતે ટ્રક પલટી જતા વાહન વ્યવહારને અસર
15, માર્ચ 2021

દાહોદ દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત અને ક્ષમતા કરતા વાહનની વધુ પડતી ઝડપ ના કારણે સર્જાતા માર્ગ અકસ્માતોનો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો તેવા સમયે દાહોદ તાલુકાના રાબડાલ ખાતે પાટ દોડી આવતી કોલસા ભરેલ ટ્રક ચાલકની ગફલતને કારણે રોડ રોડ પર પલટી ખાઈ જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો અને ઘટનાની જાણ થતાં સમયસર ઘટનાસ્થળે દોડી આવેલ દાહોદ તાલુકા પોલીસે ટ્રકના ઇજાગ્રસ્ત ચાલક તથા ક્લીનર સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે ગુજરાતમાંથી કોલસા ભરી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી ટ્રક ના ચાલકે કોલસા ભરેલ ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે ટંકારી લઈ જતા રસ્તામાં દાહોદ તાલુકાના રાબડાલ ગામે રોડ પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કોલસા ભરેલી ટ્રક રોડની વચ્ચે પલટી ખાઇ ગઈ હતી જેના કારણે ટ્રકના ચાલક તથા કલીનરને ઇજાઓ થવા પામી હતી આ ઘટનાની જાણ થતાં જ દાહોદ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ૧૦૮ મારફતે ટ્રકના ઇજાગ્રસ્ત ડ્રાઇવર તથા ક્લીનર ને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતના કારણે એક તરફનો વાહન વ્યવહાર કરતા બંધ થઇ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પોલીસે ભારે જહેમત બાદ રોડ પર પલટી ખાઇ ગયેલી ટ્રક તું ગમે તે માર્ગે થતા રોડ પર પડેલ કોલસા ના ઢગલા ને એક સાઈડમાં ખસેડી તે રસ્તા પર પુનઃ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution