વડોદરા

કોરોનાને કારણે શિક્ષણકાર્ય પર ગંભીર અસર પડી છે.રાજ્ય સરકારે કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.પણ યુનિ. દ્વારા તમામ ફેકલ્ટીની પરીક્ષા લેવામાં આવી છે.અને જૂન મહીનામાં નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે.પણ એમકોમમાં બીજા સેમની પરીક્ષા હજૂ શરુ થનાર છે.ત્યારે નવા સત્રમાં નવા એમકોમના વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે જેના કારણે ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે. કોરોનાને કારણે શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી છે.અને આ પરિસ્થિતને પગલે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરવાની જાહેરાત કરી હતી.પણ એમ એસ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હોઇ તમામ ફેકલ્ટીની પરીક્ષા લીધી હતી.કોમર્સ ફેકલ્ટીમાં તો પરીક્ષા પુરી થતા જ પરિણામ પણ આપી દીધા હતા.હવે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ફુગાવા જેવી સ્થિતિ નિર્માંણ પામે તેવી શક્યતા છે.યુનિ.સત્તાધિશો જૂન મહીનામાં નવુ શૈક્ષણિક સત્ર શરુ કરવા માંગે છે. એમકોમમાં જાન્યુ.શરુ થયેલી પરીક્ષાઓ હજુ પુરી થઇ નથી.હમણાં પહેલુ સેમેસ્ટર પુરુ થયું છે. બીજુ સેમેસ્ટર પુરુ થાય ત્યાં સુધી એમ કોમના નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.જૂન મહીના સુધી એમકોમ પ્રીવીયસ પુરુ થાય તેવુ લાગતું નથી.એટલે ૧૨૦૦ વિદ્યાર્થીઓનુ શિક્ષણ ડીલે થાય તેવું લાગી રહ્યું છે.