ગુજરાતમાં લવ જેહાદ કાયદો અમલમાં, જાણો સજાની કેટલી છે જોગવાઈ
15, જુન 2021

ગાંધીનગર-

ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને, ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણી એ કાયદો 15 જૂનથી લાગુ કરવા જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.

આ ગુનામા મદદ કરનાર કે સલાહ આપનાર ને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે. ધારાસભ્યો એ કરી હતી રજૂઆત- ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરી થી લગ્ન કરાવી, ધર્મ પરિવર્તન ના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યો એ જ સરકારમાં રજૂઆત કરી હતી. જેના પગલે યુપી ની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution