ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: ઓગસ્ટમાં લેવાશે પરીક્ષા
10, જુલાઈ 2020

અમદાવાદ-

જીસીના નિર્દેશ બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ઓનલાઈન પરીક્ષા કે એમસીક્યૂનો વિકલ્પ વિદ્યાર્થીઓને નહિ મળે. સેન્ટર માટે અગાઉ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે યથાવત રહેશે. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકના બદલે 2 કલાકનો રહેશે. યુજીસીના સેમેસ્ટર 6 અને પીજીમાં સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 

અગાઉ કોરોના સંક્રમણને જોતા 2 જુલાઈ અને 13 જુલાઈથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં નવી તારીખો અંગે નિર્ણય લેવાશે. અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ જે જિલ્લામાં પોતાના કેન્દ્રની પસંદગી નિશ્ચિત કરી હશે, તે મુજબ ફાળવવામાં બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવશે. માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની ગાઈડલાઈનના પાલન સાથે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં પરીક્ષા યોજાશે. ગુજરાત યુનિવર્સિટીના ડો. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે, જે અંગે સોમવારે જાહેરાત કરવામાં આવશે. આગામી ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં પરીક્ષા લેવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution