અલ્હાબાદ કોર્ટની અગત્યની ટિપ્પણી, ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની કરી વાત
02, સપ્ટેમ્બર 2021

અલ્હાબાદ-

અલ્હાબાદ હાઇકોર્ટે એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે ગાયને ફક્ત ધાર્મિક નજરથી જ ન જોવી જોઇએ. સંસ્કૃતિની રક્ષા દરેક નાગરિકે કરવી જોઇએ. કોર્ટે ટિપ્પણી કરી છે કે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો જોઇએ અને તે અંગે સંસદમાં બિલ લાવવું જોઇએ. અલ્હાબાદ કોર્ટે જણાવ્યું હતું કે ગાયની પૂજા થશે ત્યારે જ દેશ સમૃદ્ધ થશે. જાવેદ નામના વ્યક્તિની અરજી પર સુનવણી કરતાં હાઇકોર્ટે આ ગંભીર ટિપ્પ્ણી કરી હતી. જાવેદ પર ગૌ હત્યા અટકાવવાના અધિનિયમ 3,5 અને 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે અરજદારની અરજી રદ્દ કરીને જણાવ્યું હતું કે ગૌરક્ષા કોઇ એક ધર્મની જવાબદારી નથી. ગૌ સંવર્ધન અધિનિયમના એક કેસની સુનવણી કરતાં અલ્હાબાદ હાઇકોર્ટે એક ગંભીર ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે આરોપીની યાચિકાને ખારીજ કરતાં જણાવ્યું હતું કે ગાયનું સંરક્ષણ કરવાની જવાબદારી બધાની છે. તેનું સાંસ્કૃતિ મહત્વ છે અને તેની પૂજા કરવી જોઇએ. કોર્ટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની વાત પણ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution