અમદાવાદ-

ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનું સર્જન છે. ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચંદ્રયાન-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહેવાની છે. ચંદ્રયાન-2નું અવકાશયાન બનાવવા માટે જે પાર્ટસ તૈયાર થશે તે પાર્ટસને તૈયાર કરવાનુ મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર થયુ છે. જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં તૈયાર કરવામાં આવેલા આ મશીનમાં ચંદ્રયાન-2નું અવકાશયાનના પાર્ટ્સ બનશે અને એ રીતે ગુજરાત અને ખાસ કરીને જામનગરનું નામ કાયમ માટે આ અવકાશ અભિયાન સાથે જોડાઈ જશે. ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-2ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે. જે માનવરહિત યાન અવકાશમાં મોકલવાનું છે તેમાં જામનગરની એક કંપનીએ યોગદાન આપ્યું છે. આ યાન તૈયાર કરવાના કેટલાક પાર્ટસને બનાવવા માટેનુ CNC મશીન જામનગરથી હૈદરાબાદ મોકલવામાં આવ્યુ છે. જામનગરની આ કંપની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ મધ્રર મશીન માટે વિશ્વમાં વિખ્યાત છે. જે દેશમાં નહી પરંતુ વિશ્વના અનેક દેશને તેની માંગ મુજબના ખાસ હેતુ માટેના મશીન તૈયાર કરી આપ્યા છે અને નિકાસ કર્યા છે. જેમાં સાઉદી અરબ, કુવૈત, દુબઈ, લંકા, બાંગ્લાદેશ, ગ્રીસ સહીતના દેશો માટે આ કંપની મશીન તૈયાર કરવામાં આવ્યા છે અને મોકલવામાં આવ્યાં છે. દેશની બ્રહ્મોસ મિસાઈલ માટેના પાર્ટસ માટેનું મશીન, નેવીની સબમરીન માટેના પાર્ટસનું મશીન, બોમ્બ તૈયાર કરવા હોય કે ટેન્ક બનાવવા પાર્ટસના મશીન, પ્લેનના કેટલાક પાર્ટસ માટેનું મશીન વગરે મશીનો આ કંપની દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. જામનગરની આ સંસ્થાએ ભુતકાળમાં અહીથી જુદી જુદી મશીનરી બનાવી સપ્લાય કરી છે.