04, જાન્યુઆરી 2021
ઝાલોદ, ઝાલોદના અત્યંત ચકચારી હિરેન પટેલ હત્યા કેસમાં ગુજરાત એટીએસના હાથે હરિયાણા મેવાત થી પકડાયેલા ઇમરાન ગુડાલા ના અગાઉ ઝાલોદ કોર્ટે આપેલા પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા આજે દાહોદ પોલીસે વધુ રિમાન્ડ માટે ઝાલોદ ની કોર્ટમાં રજુ કરતા ઝાલોદ ની કોર્ટ મા વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાય દિવસોથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા ઝાલોદના ઇમરાન ગુડાલા ને ગુજરાત એટીએસની ટીમે તાજેતરમાં હરિયાણા પોલીસની મદદ લઈ હરિયાણાના મેવાત થી ઝડપી પાડયો હતો અને તેની પૂછપરછમાં દાહોદના માજી સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિત કટારા નું નામ ખૂલ્યું હતું જેના પગલે દાહોદ એલસીબી પોલીસે અમિત કટારાને તેના માદરે વતન ચિત્રોડીયા ગામેથી ઝડપી પાડ્યો હતો.