સુરત-

સુરતમાં કોરોના કેસ ઓછા થતા થોડા સમય પહેલાં જ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જાેકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવાના હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કુલોમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.જે અંતર્ગત સુરતમાં ૨ શાળામાં ૩ વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કૂલોમાં ચાલી રહેલા ટેસ્ટિંગ દરમિયાન ૨ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કતારગામની શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક પાંચમાં સુરતમાં આરોગ્યની ટીમની ધનવંતરી રથ સ્કૂલ પર ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા આરટી-પીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જાેકે તે સમય દરમિયાન સુરતમાં ધોરણ-૯ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને ૧૪ દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી હતી.
સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જાે કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.