૨૦૦૨માં ધમાલ કરવાવાળાઓને સીધા કરી ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી ઃ અમિત શાહ
28, નવેમ્બર 2022

સાવલી,તા.૨૮

સાવલી ભાટિયા મેદાન પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે વિશાળ જનસભાને સંબોધી હતી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાવલી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારના પ્રચાર અર્થે વિશાળ જનસભા અને સંબોધી હતી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી વિશ્વામિત્રી નદીના કાઠે વસેલ સાવલી તાલુકા નું ધાર્મિક અને સામજિક મહત્વ સમજાવ્યું હતું અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ૩૭૦ ની કલમ અને ૩૫છ ના રદ વેળાએ લોકસભામાં તમામ પાર્ટીઓએ કાગરોડ મચાવી દીધી હતી અને રાહુલ બાબા એવું કહેતા હતા કે હવે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે આજ દિન સુધી કોઈએ એક કાકરી નાખવાની હિંમત કરી નથી જ્યારે કોંગ્રેસ વાળા રામ મંદિર વહી બનાયેંગે પણ તિથિ કબ બતાયેંગે એવા કટાક્ષ કરતા હતા તો આજે સાવલીના જાહેર મંચ પરથી કહું છું કે રાહુલ બાબા ટિકિટ બુક કરાવી લેજાે. પહેલી જાન્યુઆરી ૨૦૨૪ એ રામ મંદિર બનીને પૂર્ણ થઈ જશે અને સાથે સાથે સૌ તાલુકા વાસીઓને પણ બહેનો સાથે રામ મંદિરના દર્શન કરવાનું આમંત્રણ આપ્યું હતું પેલા કોંગ્રેસ સરકાર રામ મંદિર માટે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ ના ધક્કા ખવડાવીને હતી નરેન્દ્ર મોદીએ રહેલી સવારમાં જઈને રામ મંદિરનો શીલાન્યાસ કરી દીધો હતો પહેલા સમગ્ર રાજ્યમાં કરફ્યું સાથે જીવવાની આદત પડી ગઈ હતી પરંતુ ૨૦૦૨માં ધમાલ કરવા વાળાઓને સીધા કરી દઈને ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી દીધી છે સાથે સાથે રાજ્યની ૮૧હજાર મહિલાઓને ગેસ સિલિન્ડર આપ્યા છે ઘેર ઘેર વીજળી પહોંચાડી છે શૌચાલય આપ્યા છે સાથે કોરોના કાર્ડથી એકાસી કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution