અમદાવાદ-

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ૩૨ વર્ષીય યુવતીને પકડી તું મારી સાથે લગ્ન કરી લે, હું તારા વિના નહીં જીવી શકું તેમ કહી શારીરીક છેડતી કરી હતી. આ અંગે યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષીય યુવતી ઘરની પાસે શાકભાજીની લારી ધરાવી વેપાર કરે છે. યુવતીના ઘર પાસે રહેતો એક યુવક અવાર નવાર યુવતીનો પીછો કરતો અને ગંદા ઈશારા કરતો હતો. જાે કે યુવતીએ આ અંગે કોઈ ધ્યાન આપ્યું ન હતુ. એક દિવસ રાત્રીના સમયે યુવતી શાકની લારી લઈને ઘર તરફ જતી હતી ત્યારે આ યુવક અચાનક યુવતીની પાછળ આવીને શારીરીક અડપલા કરીને તું મારી સાથે લગ્ન કરી લે હું તારા વિના નહીં રહી શકુ તેમ કહીને પરેશાન કરવા લાગ્યો હતો. બાદમાં યુવતીએ તેના ભાઈ અને ભાભીને ઘટનાની જાણ કરી હતી. બાદમાં યુવતીએ યુવકના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.