અમદાવાદમાં પતિ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ થઈ 
16, ડિસેમ્બર 2020

ધોળકા

આખા ભારતમાં ગુજરાતી સંસ્કૃતિના વખાણ થાય છે અહિં મહિલાઓને સન્માન આપવામા આવે છે સાથે ગુજરાતનું માન્ચેસ્ટર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદના કેટલાક પોશ વિસ્તારોમાં મહિલાઓની છેડતી, ઘરકંકાશ અને ઓછામાં પુરૂ હોય ત્યારે વાઇફ સ્વેપિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પોશ વિસ્તારમાં આવેલા હાઇ પ્રોફાઇલ લોકોના ગંદા કલ્ચરની વાતો આખા શહેરમાં ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદમાં પરિણીતાએ એનઆરઆઈ પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં એક એનઆરઆઈ પરિવાર વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ કરી છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને માદક દ્રવ્યનું સેવન કરાવી અકુદરતી સંબંધ બાંધતો હતો. જાે મહિલા તાબે ન થાય તો તેની સાથે તોછડાઇભર્યુ વર્તન કરતો હતો અને મહિલા પાસે ૫૦ તોલા સોનું અને રૂા.૨૫ લાખ દહેજ માંગતો હતો. ફરિયાદ અનુસાર, તેણે એનઆરઆઈ પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે પતિ વિરૂદ્ધ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતો હતો. તેનો પતિ હેવાનિયતની હદ પાર કરતો હતો અને પરિણીતાને સફેદ પાવડર જેવા માદક દ્રવ્યનુ સેવન કરાવી તેની સાથે અકુદરતી સંબંધ બાંધતો હતો. જાે પરિણીતા આ પ્રકારના સંબંધથી ઇન્કાર કરે તો તેની સાથે ગેરવર્તન કરી દહેજની માંગણી કરતો હતો. અને દહેજમાં ૫૦ તોલા સોનુ અને ૨૫ લાખની માંગ કરતો હતો. આ મામલે મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution