અમદાવાદ

અમદાવાદમાં જોવા મળ્યું આ અનેરું દૃશ્ય, 15 વિદ્યાર્થી અંગ્રેજી ભણી રહ્યા હતા. આ ક્લાસ તેઓ અમદાવાદના નારણપુરા વિસ્તારના એક બેગમાં બેસીને ભણી રહ્યા હતા.પૂછવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યુ હતુ કે અમુક કારણોસર જે બાળકો ઓનલાઇન ક્લાસીસથી ભણવામાં વંચીત રહી ગયા હતા.એમની માટે સરકાર દ્વારા શેરી શિક્ષણની યોજના ચાલુ કરાઇ હતી.

શેરી શિક્ષણની યોજના જૂન મહિનાના અંતે ચાલુ કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત એવા બાળકોને શિક્ષણ આપવાનું હતુ કે જેની પાસે મોબાઇલ અને ઈન્ટરનેટ ન હતુ. અથવા તો શૈક્ષણિક પ્રવૃત્તિથી વંચિત રહી ગયા હતા. અમદાવાદના સરકારી શિક્ષકો એ મંદિર અને બાગો માં 15-20 બાળકોના ગ્રુપ બનાઇને એમને શિક્ષણ આપવાની શરુઆત કરી.

જયારે આ અભિયાનની શરુઆત થઇ ત્યારે એને એટલી સફળતા ન હતી મળી કારણકે છોકરાઓના માતા-પિતા એમને કોરોના કાળમાં જાહેરમાં મોકલવા માટે ચિંતિત હતા, પણ હવે ધીમે ધીમે આ અભિયાન સક્રિય થઇ રહ્યું છે.અને મોટી સંખ્યામાં શેરી શિક્ષણમાં વાલીઓ પોતાના બાળકોને કોરોના મહામારીમાં પણ યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે મોકલી રહ્યા છે જે એક સરાહનીય કાર્ય છે.