આણંદ પાલિકામાં પૂર્ણતઃ મહિલા શાસનનો તખતો ગોઠવાયો
10, માર્ચ 2021

આણંદ : ગતરોજના વિશ્વમહિલા દિનની ઉજવણી કરવામાં આવી તેની સાથે આણંદ જિલ્લા સંગઠન દ્વારા તાજેતરમાં પંથકની મહત્વની આણંદ પાલિકાનની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર ૫૨ પૈકી ૩૬ બેઠક પર વિજય મેળવતાં હવે પાલિકામાં પૂર્ણતઃ મહિલા શાસન સાકાર કરવા પ્રદેશ ભાજપમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જાે આ શક્ય બનશે તો આણંદ પાલિકા દેશની પ્રથમ મહિલા શાસક પાલિકા બનશે.

મળતી માહિતી અનુસાર ગત મંગળવારે આણંદ પાલિકાની યોજાયેલી ચૂંટણીની મતગણતરી બાદ પાલિકામાં પ્રથમ વાર ભાજપે ૫૨ પૈકી ૩૬ બેઠક પર વિજય મેળવ્યો હતો. પાલિકામાં ભાજપનંુ શાસન આવતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ તથા મલાઇદાર કમિટીમાં હોદ્દા મેળવવા રસાખેંચ શરૂ થઈ હતી. જાેકે, જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા નવો ચીલો ચાતરવાનો તખતો ગોઠવાયો હતો. આ માટે મોવડી મંડળની સલાહ લેવામાં આવી છે. પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ કમિટી હોદ્દા પર મહિલાઓને બેસાડવાની તૈયારી કરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, પ્રદેશ ભાજપને દરખાસ્ત મોકલી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે. આ ર્નિણયને પક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો પાલિકા દેશની પ્રથમ મહિલા શાસન પાલિકા બનશે એવી આશા સેવવામાં આવી રહી છે. જાેકે, બીજી બાજુ જાે પાલિકામાં આ પ્રકારનું આયોજન થાય તો અગાઉ આણંદની જ નજકની એક પાલિકામાં મહિલા પ્રમુખ બનતાં પતિ મહાશયે પોતે પ્રમુખના હાઉ ઊભાં કર્યાં હતાં, તેવું ન થાય તેની તકેદારી પક્ષે દાખવવી પડશેની ચર્ચા ઉઠવા પામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution