અંકલેશ્વરમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર ઝડપાયોઃકોપરનો જથ્થો કબ્જે
17, મે 2021

અંક્લેશ્વર,અંકલેશ્વર શહેર પોલીસ ની ટીમ રમઝાન ઇદના તહેવાર નિમિતે પેટ્રોલિંગ દરમ્યાન હાંસોટ રોડ ઉપર આવેલ પતંજલી સોસાયટી માં ભાડા ના મકાન માં રહેતા ૫ શખ્સો એ વીજ કંપની ના ટ્રાન્સફોર્મર તોડી કોપર ની કોયલો નો જથ્થો સંતાડેલો હોવાની માહિતી ના આધારે રેડ કરી હતી.જેમાં પોલીસ ને વીજ કંપની ના ટ્રાન્સફોર્મર નો કોપર વાયર અને કોયલો નો જથ્થો મળી આવ્યો હતો.શહેર પોલીસે સ્થળ પર થી મૂળ રાજસ્થાન ના જીવરાજસીંગ રાવત ની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર ચોરી માં મૂળ રાજસ્થાન ના અને હાલ પતંજલી સોસાયટી માં રહેતા સુરેશસિંગ રાવત ,દેવરાજસીંગ રાવત ,વિક્રમસીંગ રાવત ,અને ભગવાનસિંહ રાવત સામેલ હોવાનું જણાવ્યુ હતુ.શહેર પોલીસે કોપર ના જથ્થો ખરીદનાર અંગે પૂછપરછ કરતા સુરત જિલ્લા માંડવી તાલુકાના અરેઠ ગામનો બરકત અલી ભંગાર વાલા તેમજ સુરત નો ગુર્જર નામનો ભંગારીયો સામેલ હોવાનું જણાવ્યુ હતુ. શહેર પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા અંકલેશ્વર માં ૧૦ જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution