અંકલેશ્વરમાં મજદૂર સેલના નામે તોડપાણી કરતા બે જેલ ભેગા
24, ડિસેમ્બર 2020

અંક્લેશ્વર

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેના પ્લોટ નંબર સી/૧,૭૧૩૧ થી ૭૧૩૩ ખાતે ની ડેનો ફાર્મ કેમિકલ્સ પ્રા.લી.માંતા. ૨૨ મીના બપોરના અરસામાં બે ભેજાબાજાે આવ્યા હતા.કંપની સિક્યુરિટીને પોતાની ઓળખ ભારતીય જનતા મજદૂર સેલમાંથી આવ્યા હોવાનું જણાવી કંપની માં વિઝીટ કરવાની છે તેમ જણાવ્યુ હતું. કંપની સિક્યુરિટી ગાર્ડે કંપનીના પ્રોડક્શન મેનેજર બ્રહ્માનંદ ઉપાધ્યાય રહેવાશી સરણમવીલા , જીઆઇડીસી , અંકલેશ્વર સાથે મુલાકાત કરાવી હતી. તેઓને કંપનીમાંથી ફરિયાદ આવી છે કે કંપની દ્વારા કામદારોને યોગ્ય સેફટીનાસાધનો આપવામાં આવતા નથી તેમ જણાવી કંપનીમાં વિઝીટ કરવા આવ્યા હોવાનું જણાવ્યુ હતુ.જાેકે કોઈ કાર્યવાહી ન કરવી હોય તો રૂપિયા ૨૫૦૦૦થી ૩૦૦૦૦ની માંગણી પણ કરી હતી.જાે કંપનીમાં વિઝીટ કરીને કાર્યવાહી કરીશુ તો રૂપિયા ૨ લાખ આપવા પડશે તેવો ભય ઉભો કર્યો હતો.કંપનીના પ્રોડક્શન મેનેજર બ્રહ્માનંદ ઉપાધ્યાય સાથે તોડબાજાે એ કંપની ડાયરેક્ટર અંગે પુછપરછ કરી હતી , અને મેનેજર ઉપાધ્યાયએ ડાયરેક્ટર સાથે વાતચીત કરતા તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં આ અંગે જાણ કરી હતી. ઉદ્યોગ મંડળના સભ્યો કંપની ખાતે દોડી આવી પોલીસ મથકમાં જાણ કરી હતી.પોલીસે બંને ભેજાબાજાેની ધરપકડ કરીને પુછપરછ કરતા વિવેક મહેન્દ્રભાઈ આહીર અને સુનિલ ડાહ્યાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution