અરવલ્લી, તા.૨૫ 

અરવલ્લી જિલ્લાના બુધવારે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પરની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

 જિલ્લામાં વરસાદી માહોલ છવાયા બાદ સતત બીજા દિવસે જિલ્લાના મોડાસા શહેર સહીત અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી રહી હતી.મોડાસા અને ભિલોડા પંથકમાં બપોરના સુમારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો.આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.ધડાકા સાથે એકાએક વરસાદ ખાબક્યો હતો.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાના તોફાની આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.મોડાસા, ભિલોડા પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બાળકોએ વરસાદમાં ભીંજાવવાની મજા માણી હતી. એકાએક વિજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.એક ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો હોવાનું જણાયું હતું.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેથી રસ્તાઓ બેટ બન્યા હતા. મુશળધાર વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ખેડૂતો હવે ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કરશે.સારો વરસાદ થતાં ખેતી પણ સારી રીતે થશે.બપોરના સુમારે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતાં મોસમનો પ્રથમ વરસાદ સારો વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ભીલોડા પંથકમાં ધમાકેદાર મેઘરાજાનું આગમન થયું હતું.