અરવલ્લી/ભિલોડા : છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આત્મહત્યાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે હિંમતનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઈ રહેલા અને અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના બાવળીયા ગામના ૩૧ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલની લાશ તેના વતનમાં ઘર પાછળ રહેલા આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા મૃતક યુવકના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા મૃતક યુવકની પત્ની ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક યુવકની હત્યા કે આત્મહત્યા સહીત અનેક ચર્ચાઓએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે મૃતક પોલીસ કોન્સ્ટેબલ પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી આવી ન આવી હોવાનું ભિલોડા પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.  

ભિલોડા તાલુકાના બાવળીયા ગામે રહેતા સંદેશ કુમાર વકસીભાઇ જોષીયારા નામનો યુવક પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થતા હાલ હિંમતનગર ખાતે ટ્રેનિંગ ચાલી રહી હતી યુવકની પત્ની ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ત્યારે હિંમતનગર ખાતે ટ્રેનિંગ લઈ રહેલા યુવકે અગમ્ય કારણોસર વતન બાવળીયા પહોંચી તેના ઘર પાછળ રહેલા આંબાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મૃતક યુવકના પરિવારજનોએ હિંમતનગર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ટ્રેનિંગ લઈ રહેલ પુત્રની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ હતભ્રત બની ગયા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા આ ઘટનાની જાણ ભિલોડા પોલીસને કરતા તાબડતોડ ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક પોલીસ કર્મચારીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હિંમતનગર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ટ્રેનિંગ લઈ રહેલ સંદેશ જોષીયારાની લાશ ઘર પાછળ રહેલા આંબાના ઝાડની ડાળી સાથે લટકતી હાલતમાં મળી આવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.