ભરૂચ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પાસે આવેલ બે આદિવાસી સમાજના ઘર આવેલા છે. જ્યાં તેઓ વર્ષોથી રહેતા આવ્યા છે. પોલીસ ઉચ્ચ અધિકારીની પોતાની માલિકીની મિલકત હોય તેવા દાવા સાથે ૧૫ લોકોના પરિવારના બે ઘરની આસપાસ કમ્પાઉન વોલ ચણી લીધી હતી. એક ઘરમાં ૨૦ વર્ષીય પ્રમોદ ચિમન વસાવા નામનો મંદબુદ્ધિનો યુવાન પણ રહેતો હતો. આ મંદ બુદ્ધિના યુવાનનું અકાળે મૃત્યુ થયું હતુઁ. મૃત્યુ થયા બાદ આ યુવાનના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા ભારે કિલ્લત ઉભી થઈ હતી. સ્માશન સુધી લઈ જવા મૃતદેહને કમ્પાઉન્ડ વૉલ પરથી ઉંચકીને નીચે ઉતારવા લોકો મજબુર બન્યા હતા. આ નજારો જાેઈ સ્થળ ઉપર હાજર લોકો આવી કરુણ પરિસ્થિતિ જાેતા સ્તબ્ધ થઈ ગયા હતાં. આ બાબતે લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ હતી.