ભાવનગરમાં ૬ દિવસ પહેલાં રખડતા ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત મહિલાનું મોત
18, એપ્રીલ 2023

ભાવનગર, ભાવનગરનો પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર પરત આવતો હતો ત્યારે અધેવાડા નજીક ઢોર એ હડફેટે લીધા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે રહેતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેનો પરીવાર બાઈક લઈ તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર આવતી વેળા એ અઘેવાડા નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસે આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું, જ્યારે સાઈડ માં ઉભા રહેલ દંપતિ તથા તેની બાળકી ઉપર આખલા પડતાં મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે મહીલાને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ઢોર પકડવાની કામગીરી બંધ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution