પટના-

આનંદ મહિન્દ્રાએ બિહારના એક વ્યક્તિની પ્રશંસા કરતું એક ટ્વીટ શેર કર્યું હતું, જેમણે તેની પહેલી કાર મહિન્દ્રા સ્કોર્પિયોની ડિઝાઇનમાં પોતાના ઘરની પાણીની ટાકી બનાવી. ભાગલપુરના વતની ઇંતસર આલમે આ પાણીની ટાંકીના બાંધકામમાં કામ કરતા આગ્રાના કામદારોને વિશેષ રૂપે રાખ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે તેમ, પાણીની ટાંકી કાર મહિન્દ્રા સ્કોર્પિયોની ડિઝાઇનમાં ઘરની છત પર દેખાય છે. એવું લાગે છે કે વાસ્તવિક સ્કોર્પિયો કાર ઘરની છત પર મૂકી છે.