બોડેલી પંથકમાં ૪૧ મિ.મી.વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
31, ઓગ્સ્ટ 2020

બોડેલી : બોડેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને સવારના ૬ વાગ્યાથી સાંજ સુધી બોડેલી તાલુકામાં ૪૧ મી.મી વરસાદ ખાબકતા આનંદ ની લાગણી ફેલાઇ જવા પામી હતી. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં સવાર થી જ વરસાદી માહોલ છવાયો હતો બોડેલી તાલુકામાં સવાર ના સુમારે ધોધમાર વરસાદ ખાબકતા સવારના ૬ થી સાંજ સુધી ૪૧ મિમી વરસાદ ખબકી પડ્યો હતો જેના કારણે પંથકના નીચાણ વાળા વિસ્તારોની સોસાયટીઓમાં અને માર્ગો પર પાણી ભરાયા હતા. તેમજ બોડેલીના બન્ને રેલવે ગળનાળામાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે વરસાદ ધીમો પડતા મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. બોડેલી સહિત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution