બોરસદ તાલુકામાં જિલ્લા પંચાયતની ૯ બેઠકમાંથી ભાજપે ૮ કબજે કરી, ૧ માત્ર કોંગ્રેસને!
03, માર્ચ 2021

વિરસદ : બોરસદ તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી આઠ બેઠકો પર ભાજપનો ઝડહળતો વિજય થયો છે. માત્ર એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે. બોરસદની તમામ નવ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ધુરંધર નેતાઓને જવાબદારી સોંપી હતી. આ તમામ બેઠકો પૈકી આઠ પર ભાજપનો વિજય થયો છે. આણંદ જિલ્લાના ભાજપના મહામંત્રી રમણભાઈ સોલંકીના વતન જંત્રાલ બેઠક પર વિમળાબેન સોલંકી, આણંદ વિપક્ષ નેતા પ્રતાપસિંહ ગોહેલની દાવોલ બેઠક પર ભાજપના રોહિણીબેન ગોહેલ, બોચાસણ બેઠક પર આણંદ જિલ્લાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતસિહ ચૌહાણ પોતે વિજેતા બન્યાં છે. અલારસા બેઠક પર બોરસદ ભાજપ યુવા મોરચા હોદ્દેદારના પત્ની મનીષાબેન મહીડા વિજયી બન્યાં છે. કંકાપુરા બેઠકથી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશોકભાઇ પટેલના પત્ની રીટાબેન પટેલ વિજયી બન્યાં છે. દહેવાણ બેઠકના ભાજપનાં મહિલા અગ્રણી હંસાબેન પરમાર વિજયી થયાં છે. એકમાત્ર કઠાણા બેઠકથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નટવરસિંહ સરદારસિંહ મહીડા વિજયી બન્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution