બોટાદ,  રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે ખળભળાટ મચ્યો છે. બોટાદમાં પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને ૨૫ ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. ત્યારે ફાઈનલ મેચ જીતેલી ટીમે કોરોનાના નિયમો ભૂલીને જાેરદાર ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

બોટાદમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને આમંત્રણ આપવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી. ઓમિક્રોન અને કોરોનાના ખતરા વચ્ચે બોટાદમાં એક મહિના જેટલી લાંબી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ ભીડ એવી રીતે એકઠી થઈ કે જેને જાેઈને સૌ કોઈ ચોંકી જશે. આ ભીડનો વીડિયો બીજાે કોઈ નહીં પણ ખુદ પૂર્વ મંત્રી સૌરભ પટેલે શેર કર્યો છે. મેચમાં ઉમટેલા લોકોના મોઢા પર ના તો માસ્ક હતું કે ના તો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જાેવા મળ્યું. નવાઈની વાત તો એ છે કે આ ટૂર્નામેન્ટમાં ખુદ જિલ્લા પોલીસ વડા મુખ્ય મહેમાન હતા. ત્યારે સવાલ એ થાય છે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ આવી બેદરકારી કેમ. શું આવી રીતે ઓમિક્રોન સામે લડીશું. નેતાઓ જ કેમ ભાન ભૂલી આવી ભીડ એકઠી કરી રહ્યા છે. સામાન્ય લોકોને દંડ કરતી બોટાદ પોલીસને આ ભીડ કેમ ના દેખાણી. એક મહિના સુધી ટૂર્નામેન્ટ ચાલી તોય પોલીસને કેમ જાણ ના થઈ. આવી નિયમતોડ ભીડ પર ક્યારે લગામ લાગશે.અહીં હજારોની સંખ્યામાં ભીડ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરી છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચોંકાવનારો વીડિયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યોજવામાં આવી હતી, જેમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. અહીં ભીડમાં ના તો કોઈએ માસ્ક પહેર્યું છે અને ના તો સોશિયલ ડિસ્ટન્સ, ભીડ વચ્ચે ક્રિકેટનો કોહરામ વચ્ચે કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. એટલું જ નહીં, પૂર્વ મંત્રી સૌરભ પટેલે જ નિયમતોડ ભીડનો વીડિયો શેર કરીને ચર્ચા જગાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પૂર્વ ઊર્જામંત્રી અને ચાલુ ધારાસભ્ય સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ સાબિત થયો છે. અહીં બોટાદમાં રમાયેલી નાઈટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટનસના સરેઆમ ધજાગરા ઉડાડતો વીડિયો પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે ખુદ પોસ્ટ કર્યો છે. પોતાની હાજરીમાં હજારોની સંખ્યામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિયમો ભંગ થયા છે. ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર મચી જવા પામી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એ જ પોતાની સરકાર સામે વીડિયો પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. બોટાદમાં ફરી કોરોના માથું ઊંચકે તેવા સમીકરણો સૌરભ પટેલને કારણે ઉભા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.એક બાજુ સરકાર કોરોના વાયરસને નાથવા માટે રાતદિવસ પ્રયત્નો કરી રહી છે, ત્યારે બીજી બાજુ સરકાર ના પ્રતિનિધિઓ અને અધિકારીઓ કોરોનાને આમંત્રણ આપતા હોય એવું લાગી રહ્યું છે. બોટાદમાં ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોય તેવો દ્રષ્યમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ વધુ કેટલાક ફોટાઓ પણ વાયરલ થયા છે. જે ફોટામાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક પણ જાેવા મળી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીની હાજરીમાં આ ટોળાઓ ભેગા થયા છે. એક બાજુ સામાન્ય પ્રસંગમાં થોડા પણ વ્યક્તિ ભેગા થયા હોય તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાય છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ટોળાં ભેગા કરનાર સામે અને તેમાં હાજર રહેનાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કેમ તે પ્રશ્ન બનેલો છે.બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રારંભ તા.૧ ડિસે.ના રોજ ખેલે યુવા જીતે યુવા, ખેલે બોટાદ જીતે બોટાદની વિચારધારા સાથે પૂર્વ ઉજામંત્રી સૌરભભાઈ પટેલે કરાવ્યો હતો. જેમાં વિધાનસભાની સીટની ૮૦ ગામોની ટીમ તેમજ બોટાદ શહેરની દરેક વોર્ડની ટીમો, વિવિધ એસોસીએશનની ટીમો, વિવિધ કર્મચારીઓની ટીમ એમ કુલ ૧૪૦ ટીમોએ ભાગ લીધો હતો.૧૫૪૦ ખેલાડીઓએ પોતાનું પરફોમન્સ બતાવ્યું હતું.તા.૨૫મીના રોજ રાત્રીના ૮ઃ૩૦ કલાકે ફાઈનલ મેચ રમાઈ હતી. વિજેતા ટીમને તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનિત કરવા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, બોટાદ જીલ્લા પ્રભારી ટી.એમ.પટેલ તેમજ મંજુલાબેન દેત્રોજા, ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, બોટાદ જીલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા, બ્રિજરાજસિંહ ઝાલા તેમજ અરવિંદભાઈ વનાળીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, પ્રદેશના આગેવાનો હાજર હતા.