દિન દહાડે ST બસમાં શખ્સે યુવાનને ઉતાર્યો મોતને ઘાટ, જાણો વધુ
27, ઓગ્સ્ટ 2020

જામનગર-

જામનગર જીલ્લાના વિજરખી પાસે ચાલુ એસટી બસમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ એક શખ્સે અન્ય યુવાનની હત્યા કરી હતી. ચાલુ બસે 40 વર્ષીય પુરુષનું છરીના ઘા ઝીંકી મોત નિપજાવનાર યુવકને લોકોના ટોળાએ ઝડપી લીધા બાદ મેથીપાક આપ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લોકોએ હત્યારાને ઝડપી પાડયો હતો અને મેથીપાક આપ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે, લોકોએ હત્યારાને ઝડપી અને વીજપોલના થાંભલા સાથે બાંધી દીધો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યારાનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં ચાલુ એસટી બસમાં યુવાનની હત્યાની ઘટના બની હતી. વિજરખી રોડ પર ચાલુ બસે બોલાચાલી થતા યુવક પર ચાકુથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ હત્યાને મામલે હત્યારાને લોકોએ માર માર્યો હતો. જેનો એક વીડિયો વાયરલ થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution