છોટાઉદેપુર

મકરસંક્રાંતિ ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે પતંગ રસિકો આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડે પતંગ ઉત્સવ મનાવે છે ત્યારે ક્યાંક પતંગ દોરી ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને પતંગ દોરી થી ઇજાઓ થતાં પક્ષીઓ ઘવાતા હોય છે આવા ઘવાયેલા પક્ષીઓને બચાવવા ફોરેસ્ટ વિભાગ તથા રુદ્રા ફોઉન્ડેશન અને કરુણા અભિયાન ની ટીમો તેમજ પશુ ચિકિત્સકો ની ટમો ખડે પગે સેવા બજાવી રહી હતી આવી જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ આ ટીમો સવારથી મોડી સાંજ સુધી ખડે પગે રહી હતી.

છોટાઉદેપુર નગરમાં એક કબુતર, કવાંટમાં એક બગલો, બોડેલી માં ત્રણ કબૂતર અને સંખેડા તાલુકામાં એક બગલો અને બે કબૂતર મળી કુલ આઠ જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે આંઠેય પક્ષીઓને ક્યાંક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ તો ક્યાંક સ્થાનિક રહીશો નજીકના પશુ ચિકિત્સાલય ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના પશુ ચિકિત્સકોએ હાલમાં ચાલી રહેલ બર્ડ ફ્લુ ને ધ્યાનમાં લઇ તેના સંક્રમણથી બચવા અને તે વધુ ન ફેલાય તે માટે પીપીઈ કીટ સાથે ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી.