દાહોદ નગરમાં ડોર ટુ ડોર ગાડીઓના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશો
16, નવેમ્બર 2022

દાહોદ, તા.૧૬

‘‘એ ચૂંટણી આવી !! તમને તો ખબર જ હશે ને ચૂંટણી આવી. મત આપવો એ આપણો અધિકાર અને ફરજ છે લોકશાહીના મહાપર્વમાં પ મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદ’’ આ સંદેશો દરરોજ સવારે દાહોદ નગરના દરેક ઘર સુધી ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ થકી કંઇક અનોખી અને અસરકારક રીતે પહોંચાડી રહી છે. આગામી તા. ૫ ડિસેમ્બર સુધી દરેક નગરજનને આ સંદેશો લગભગ ગોખાઇ ગયો હશે એટલી ચોટદાર રીતે તેનું પ્રત્યાયન કરાયું છે.

દાહોદ નગરમાં ઘરે ઘરે પહોંચીને કચરો એકઠો કરવાની કામગીરી કરતી ગાડીઓ સ્વચ્છતાના સંદેશાની સાથે અત્યારે મતદાન કરવાનો સંદેશો પણ આપી રહી છે. નગરને સ્વચ્છ રાખવા માટે સ્માર્ટ સીટીની આ ગાડીઓ દરેક ઘરે પહોંચે છે ત્યારે દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશો ખૂબ સરસ રીતે પહોંચી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution