દેવભૂમિ દ્વારકામાં મહિલાઓને આર્ત્મનિભર બનાવવા લોન અપાઈ
23, ઓક્ટોબર 2021

દ્વારકા-

દ્વારકા જિલ્લામાં પણ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ વધુને વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ એન.ખેરની ઉપસ્થિતિમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામ સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખા દ્રારા મોટા આસોટા ગામના રોહીદાસ સ્વસહાય જૂથને રૂપિયા ૧ લાખની લોન આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રંસગે બેંક મેનેજર પ્રિયાંક પ્રજાપતિ અને જિલ્લા લાઈવ્લીહુડ મેનેજર અરશીભાઇ નંદાણીયાના હસ્તે રોહીદાસ સ્વસહાય જૂથની બહેનોને લોન મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અસંગઠિત, ઓછી આવક ધરાવતા અને છૂટક કામકાજ કરતા પરિવારોની મહિલાઓ આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી પગભર થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનું અમલીકરણ આવ્યુ છે.

કોરોના મહામારીના કારણે આર્થિક બાબતોમાં ઉભી થયેલી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને પગભર બનાવવાના હેતુથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૧૦ બહેનોના જાેઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપની રચના કરવામાં આવે છે, અને સરકાર સાથે કરાર કરેલ નાણાકીય સંસ્થાઓ આવા ગ્રુપની બહેનો સ્વાવલંબી અને આર્ત્મનિભર બને તે માટે રૂપિયા એક લાખની લોન આપે છે, જેનું વ્યાજ સરકાર દ્રારા ભોગવવામાં આવે છે. મહિલાઓને વગર વ્યાજે આ લોનની રકમ મળવાથી તેઓ તેમના આર્થિક ઉપાર્જન માટેની કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરી શકે છે, જેના થકી આ યોજનાની લાભાર્થી બહેનો તેમના પોતાના જ વતનમાં એટલે કે, જન્મભૂમિના ખોળે જ કામધંધો કરી તેમની રોજગારીમાં વધારો કરી આર્ત્મનિભર બનતી નજરે પડે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution