ધ્રાંગધ્રા રણકાંઠામા અગરીયાના બાળકો માટે રણ શાળા શોભાના ગાંઠીયા સમાન
30, ડિસેમ્બર 2021

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા સહિત રણકાંઠામા વસતા અને મીઠા ઉધોગ વ્યવસાય કરતા અગરીયાઓના બાળકો માટે રણ શાળાનુ આયોજન કરાયુ છે જેમા સ્કુલ તરીકે રણમાં આશરે પાંચ બસ મુકવામાં આવી છે સોમવારથી સજ્જ આ બસમા રણકાંઠામા વસતા અગરીયા પરીવારના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે પરંતુ આ રણ શાળાની બસ રણના નિઁધારીત કરેલા સ્થળની બદલે આ તમામ બસ એક જ સ્થળે રાખવામા આવે છે. જેથી રણમાં વસતા અગરીયાઓને બાળકો કેટલાય કિલોમીટર શિક્ષણ લેવા માટે ચાલતા જવુ પડે છે.

આ તરફ રણ શાળાની બસમા સોલર તો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સોલર બંધ હોવાના લીધે બાળકોની રણ શાળામાં પંખા, એલ.ઇ.ડી સહિતની તમામ સુવિધા થઇ શકતી નથી ત્યારે બાળકોને અનેક કિલોમીટર સુધી ચાલતા આવ્યા બાદ પણ પાયાની સુવિધાના અભાવે શિક્ષણ મેળવી શકાતુ નથી જેથી આ મામલે અગરીયા આગેવાનો તથા સામાજીક કાયઁકરો દ્વારા રણકાંઠામા ચાલતી રણ શાળાની મુલાકાત લેતા અહિ રણ શાળાની નામે નાટક ચાલતુ હોવાનુ ખુલવા પામતા શિક્ષણ વિભાગના સચીવ સુધી આ મામલે રજુવાત કરાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution