ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા ખરીદી કરવા આવેલા મુળ મેથાણ ગામના જયાબેન રમેશભાઇ ઘાંઘરના ૫૦ હજાર રુપિયા રોકડ તથા એક તોલા સોનાનો ચેઇન રસ્તામાં પડી ગયો હતો આ તરફ જયાબેનને પોતાની રોકડ તથા આભુષણો પડી ગયાની જાણ થતા જ પોતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ સ્ટાફ દશરથભાઇ ઘાંઘર, કે.ડી પરમાર તથા વિક્રમભાઇ રબારી સહિતના સ્ટાફે સ્થળ પર તપાસ કરી સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરતા પુછપરછ દરમિયાન જુની ખરાવાડ વિસ્તારમા રહેતા કેટલાક સીનીયર સીટીઝનને આ રોકડ તથા આભુષણો મળેલ હોય જેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા જયાબેનને પોતાના ૫૦ હજાર રુપિયા તથા સોનાનો ચેઇન પરત અપાવ્યો હતો.