લંડન-

ઇંગ્લેન્ડના નોટિંઘમશાયરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક માતાએ દારૂના નશામાં પોતાની 19 મહિનાની યુવતી પર ઉકળતું પાણી રેડી દીધું. 1 કલાક સુધી તડપ્યા બાદ બાળકીનુ મોત નીપજ્યું. આ મામલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે આ ઘટના માનવતા માટે શરમજનક છે, કારણ કે બાળકીને વાસ્તવમાં ખૂબ જ દર્દ થયું હશે. કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે.

26 વર્ષની કેટી ક્રાઉડરએ પોતાની 19 મહિનાની દીકરી ગ્રેસી ક્રાઉડર પર ઉકળતા પાણી રેડી દીધું. એક કલાક સુધી તડપ્યા બાદ બાળકીનું મોત થયું. મળતી માહિતી પ્રમાણે આ મહિલા એ જ્યારે ઘટનાને અંજામ આપ્યો ત્યારે તે કોકીનના નશામાં ચકનાચૂર હતી. નશાની સ્થિતિમાં બાળકી પર ગરમ પાણી રેડીને મહિલા પોતાના કામમાં લાગી ગઇ. ત્યારબાદ એક કલાક સુધી બાળકી દર્દનાક રીતે તડપીને મોતને ભેટી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના મતે ઉકળતા પાણીથી ગ્રેસીની ચામડી લગભગ 65 ટકા સુધી બળી ગઇ હતી. 

કોર્ટમાં સુનવણી દરમ્યાન ફરિયાદીએ કહ્યું કે આ કોઈ કુદરતી મૃત્યુ નથી, બાળકીને મૃત્યુ માટે એક કલાક માટે તે જ સ્થિતિમાં છોડી હતી. તે જ સમયે કેસની સુનવણી કરનાર ન્યાયાધીશ જેરેમી બેકરએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. સુનાવણી દરમિયાન કેટીએ બાળકીની હત્યાના આરોપોને નકારી કાઢ્યા, પરંતુ જજે કહ્યું કે તમે ગ્રેસીના ચહેરા અને શરીર પર વધારે ગરમ પાણી નાખ્યું, જ્યારે તે ગરમ પાણીના એટલા જ પુલમાં બેઠી હતી. તેના લીધે બાળકીનું અંદાજે ૬૫ ટકા શરીર બળી ગયું.નોટિંઘમ કોર્ટે કેટી ક્રાઉડરને આજીવન કેદની સજા સંભળાવી હતી અને ઓછામાં ઓછા 21 વર્ષ સુધી તેને જેલમાં રહેવું જ પડશે.