ફતેપુરા તાલુકામાં બેન્ક બંધ રહેતા ખાતેદારોના નાણાકિય વ્યવહાર અટક્યા
16, માર્ચ 2021

ફતેપુરા, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વિવિધ સહકારી બેંકો આવેલી છે આ બેંકોમાં આજથી બે દિવસ એટલે કે સોમવાર તથા મંગળવાર બે દિવસના બેંક કર્મચારીઓના હડતાલના કારણે બેંકમાં લેવડદેવડ કરતા ખાતેદારો અટવાઇ પડયા હતત્યારે ફતેપુરા નગરમાં આવેલ ભારતીય સ્ટેટ બેન્ક તેમજ બેન્ક ઓફ બરોડા સંપૂર્ણપણે બે દિવસ બંધ રાખી વિરોધમાં જાેડાવાના છેે. ત્યારે બેંકમાં કામકાજ અર્થે આવતા ખાતેદારોને બે દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે સરકારી બેન્કોના ખાનગીકરણ થવાથી મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓની નોકરીઓ જાેખમમાં મુકાશે સરકાર અને બેંક કર્મચારી યુનિયન વચ્ચે આ મામલે મંત્રણા યોજાઇ હતી. પરંતુ તેમાં કોઇ ઉકેલ ન આવતા સરકારી બેંકના ખાનગીકરણના ર્નિણય પડતો મૂકવા માટે આજથી બેંક કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહી બે દિવસ માટે સંપૂર્ણ બેંકો બંધ રાખી હડતાલમાં જાેડાશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution