ગોધરામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની કરપીણ હત્યા કરી
15, માર્ચ 2021

ગોધરા, ગોધરાના ધોળાકુવા ખાતે રહેતાં રાજેશકુમાર ઉફે રાજુ ગુલાબભાઇ માવીની પત્ની સુરેખાબેન ઉફે સુર્યા માવીને છેલ્લા દોઠ વર્ષથી પિન્ટુ વિનોદભાઇ બારીઆ સાથે આડા સંબંધો હતા. બંને એક બીજા સાથે અનહદ પ્રેમને લઇને રાજુ માવીની જાણ બહાર પિન્ટુ બારીઆ રાજુની પત્ની સુરેખાને આઠ માસ અગાઉ લઇને જતો રહ્યો હતો. જેને લઇને મામલો પંચમાં જતાં પંચરાહે રાજુની પત્ની સુરેખાને પીન્ટુ પાસેથી લઇને સુરેખાને રાજુ માવીને સોંપી દીધી હતી.તેમ છતાં સુરેખા અને પીન્ટુ વચ્ચે આડા સંબધો ચાલુ રહ્યા હતા. પ્રેમ સંબધમાં નડતર રૂપ સુરેખાનો પતિ રાજુ માવીનો કાંટો કાઢવા પીન્ટુ અને સુરેખાએ રાજુની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. સુરેખાના કહેવાથી પિન્ટુએ રાજુ સાથે સારો સંબધો કેળવીને રાજુમાવીને ધોળાકુવા પત્થર ફેકટરી પાસે બોલાવ્યો હતો. રાજુ કંઇ સમજે તે પહેલા પિન્ટુએ રાજુ માવીના ચહેરા પર કોઇ ધારદાર હથિયારથી તિક્ષ્ણ ઘા કરીને હત્યા કરી નાખી હતી. રાજુની હત્યાને અકસ્માતમાં ખપાવવા પીન્ટુએ રીક્ષાને ધોળાકુવા રોડ ઉપર પત્થર ફેકટરી સામેના હાઇવેની બાજુના ખાડામાં રીક્ષા ગબડાવી દીધી હતી. અને પિન્ટુએ રીક્ષાાના કાચ અને બોડીને નુકશાન કરીને હત્યાને અક્સ્માતમાં ખપાવવાનું કાવતરું રચ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution