ગુજરાતમાં કોરોનાના નવા 1112 કેસ નોંધાયા, કુલ આંક 1,65,233 પર પહોંચ્યો
24, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના નવા 1112 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે સારવાર લઈ રહેલા 6 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1,65,233 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે 1264 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 169, અમદાવાદ કોર્પોરેશન 166, રાજકોટ કોર્પોરેશન 69, સુરત 70, વડોદરા કોર્પોરેશન 80, જામનગર કોર્પોરેશન 37, મહેસાણા 37, વડોદરા 41, રાજકોટ 38, સાબરકાંઠા 34, ભરૂચ 24, બનાસકાંઠા 23, પાટણ 21, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 20, નર્મદા 20, પંચમહાલ 19, અમરેલી 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, કચ્છ 18, અમદાવાદ 16, આણંદ 16, મોરબી 16, ખેડા 14, દાહોદ 13, જૂનાગઢ કોર્પોરેશન 13, ભાવનગર કોર્પોરેશન 12, ગીર સોમનાથ 12, જૂનાગઢ 10, છોટાઉદેપુર 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 3, બોટાદ 3, મહિસાગર 2, નવસારી 2 અને પોરબંદરમા 1 કેસ સામે આવ્યો છે.હાલમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાને કારણે અત્યાર સુધી 3676 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 41,104 કેસ થયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 70 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 239 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution