ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 919 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 7 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,67,173 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. કુલ 963 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

જિલ્લા મુજબ કોરોનાના આંકડા ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 166, અમદાવાદ કોર્પોરેશન 162, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા કોર્પોરેશન 72, જામનગર કોર્પોરેશન 28, મહેસાણા 18, વડોદરા 43, રાજકોટ 32, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મોરબી 18, ભાવનગર કોર્પોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદ 12, ગીર સોમનાથ 10, આણંદ 9, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 9, પંચમહાલ 9, સુરેન્દ્રનગર 9, બનાસકાંઠા 8, અમરેલી 7, ખેડા 7, દેવભૂમિ દ્વારકા 6, પાટણ 6, અરવલ્લી 5, નર્મદા 5, ભાવનગર 2, છોટાઉદેપુર 2, બોટાદ 2, મહીસાગર 2, નવસારી 2, પોરબંદર 1, તાપી 1 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.