ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીની માંગ વચ્ચે લેઉવા અને કડવા એમ બંને પાટીદારોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન અપાયુ
07, જુલાઈ 2021

અમદાવાદ-

હાલમાં મોદીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનો ચાર્જ સંભાળી રહેલાં મંત્રી પરસોત્તમ રૂપાલા અને મંત્રી મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન અપાઈ તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બંને પાટીદાર નેતાઓ છે અને ગુજરાતમાં ચાલી રહેલી પાટીદારોની નારાજગી દૂર કરવા બંને નેતાઓને પ્રમોશન મળી શકે છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર છે જેથી બંને નેતાઓને પ્રમોટ કરી કેબિનેટમાં સ્થાન અપાઈ તો બંને સમાજનું નેતૃત્વ દિલ્હી સુધી છે તેવું દેખાય. જોકે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજયના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છો. જોકે ગુજરાતમાં મુખ્યમંત્રીની રેસમાં અલગ અલગ નામોની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ સમાજ દ્વારા એમના સમાજના જ મુખ્યમંત્રી બને તેવી પણ માંગ ઉઠી છે. ત્યારે હવે મોદીના મંત્રીમંડળમાં પરસોત્તમ રૂપાલા અને મંત્રી મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાહત મળશે ખરી ? જોકે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નિતીન પટેલ પાટીદાર છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં હવે કોણા શીરે મુખ્યમંત્રીનો તાજ આવનારા સમયમાં જોવા મળશે હવે તે આવનારો સમય જ બતાવશે પણ હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને થોડો હાશકારો ચોક્કસ થયો હશે એ વાત ચોકક્સ છે. 

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે. મુખ્ય મંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પુરષોત્તમભાઇ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution