04, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઘટતા રાજ્ય સરકાર તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવા પ્રયત્નશીલ છે. આજે રાજ્યના શિક્ષણમંત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી સોમવાર 8મી ફેબ્રુઆરી, 2021થી તમામ કોલેજોના પ્રથમવર્ગના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ હોસ્ટેલો પણ શરૂ કરવો નિર્ણય લીધો છે. આ અંગે વિસ્તૃત ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.
તા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું પાલન કરવાનું રહેશે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે.
જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવું જોઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે. હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી સામાજિક અંતર જાળવવું આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા આ જે SOP શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.