સુરત-

દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફેક્શનના કેસ વધે છે. જે આ વર્ષે પણ દેખાઈ રહ્યાં છે. મારા ત્યાં ૧૦૦ દર્દીની ઓપીડીમાં વાઈરલ ઇન્ફેક્શનના ૭૦થી ૮૦ કેસ આવે છે. ભટાર, વેસુ, સિટીલાઈટ સહિતના વિસ્તારના દર્દી આવે છે. મોટાભાગના દર્દીને શરદી, ખાંસી, તાવની ફરિયાદ હોય છે. જરૂરી ટેસ્ટ કરાતા ડેન્ગ્યુ, મેલેરિયા પણ ડિટેક્ટ થાય છે. પરિસ્થિતિ ગંભીર નથી. દર્દી ત્રણ-ચાર દિવસે સારા થઈ જાય છે. પરંતુ બીમારીને લઈ સાવચેતી જરૂરી છે. મારા ત્યાં આભાવા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાંથી દર્દી આવી રહ્યાં છે. ૧૦૦માંથી ૪૦ કેસવાઈરલ ઇન્ફેક્શનના હોય છે. મોટાભાગના દર્દીઓમાં તાવ, માથું દુઃખવું, શરીર દુઃખવું, રાત્રીના તાવ વધી જવા સહિતના ફરિયાદો હોય છે. જાેકે, યોગ્ય સારવાર બાદ ત્રણ-ચાર દિવસે દર્દી સાજાે થઈ જાય છે. કોઈ દર્દીને દાખલ કરવાની નોબત આવી નથી. કોરોનાનો રિપોર્ટ કરાવીએ પણ તે નેગેટિવ આવે છે.

સુરત સહિત ગુજરાતમાં ત્રીજી લહેરની દહેશત વચ્ચે કોરોના માંડ શાંત પડયો છે, ત્યારે રાજ્યભરમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોનું પ્રમાણ ખુબ વધી ગયું હોવાની બુમ ઉઠી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફેક્શનના કેસો વધે છે, પરંતુ આ વખતે વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા બાદ એક પછી એક આખા પરિવારમાં ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદ છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સાથે ફેમિલી ફિઝીશીયન્સની ક્લિનીક પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યભરમાં હાલ ઘરમાં એક સભ્ય રોગચાળાથી સંક્રમિત થાય, એટલે આખા પરિવારમાં ઇન્ફેક્શનની ફરિયાદ નોંધાઈ રહી છે. વાઈરલ ઇન્ફેક્શનની સાથે શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા આરોગ્ય તંત્ર દ્વારા અન્ય રોગો સંબંધિત પ્રિવેન્શનની કામગીરી તરફ દુર્લક્ષ સેવાયું હોય તેમજ લાંબા સમય બાદ બજારો ખુલવા સાથે લોકો છુટછાટ હરતા-ફરતા થયા છે, અને બહાર ખાણી-પીણુનું પ્રમાણ પણ વધતા હાલ શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબોનો મત છે. શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોનું પણ પ્રમાણ વધ્યું છે. સામાન્ય દિવસોની તુલનામાં મારા ક્લિનીક પર વાઈરલ ઇન્ફેક્શનના કેસ ૫૦થી ૬૦ ટકા વધી ગયા છે. ખરાદી શેરી, ગલેમંડી મેઈન રોડ, સ્ટેશન વિસ્તાર સહિતના એરિયામાંથી કેસ આવી રહ્યાં છે. જાેકે, આ દર્દીઓ યોગ્ય સારવાર બાદ ત્રણ-ચાર દિવસે સારા પણ થઈ જાય છે. પરંતુ સમયસર સારવાર લેવી હિતાવહ છે. આ વખતે પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા બાદ એક પછી એક આખા પરિવારમાં ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદો વધુ છે. લોકો બહાર હરતા-ફરતા થયા હોય વોટર બોર્ન અને ફુડ બોર્ન ડિસીઝનું પ્રમાણ વધ્યું છે. દર્દી ત્રણ ચાર-દિવસમાં સારો થઈ જાય છે. દરરોજ ૧૫-૨૦ નવા કેસ આવે છે. મારા ત્યાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, સચિન, ઉન, લિંબાયત, ભટાર સહિતના વિસ્તારમાંથી દર્દી આવી રહ્યાં છે.