/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતમાં મેઘ મહેર, ઉકાઈ ડેમ અને નર્મદા ડેમની સપાટી વધી

ગાંધીનગર-

ગુજરાતમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી જેને કારણે રાજ્યના બધા ડેમોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા જડેમની વાત કરીએ તો અહિયાએક દિવસમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. જેના કારણે હાલ ડેમની સપાટી 119.41 મીટર પહોચી ગયા છે. પરિણામે પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. ભારે વરસાદને કારણે કાલે શેંત્રુંજી ડેમના 59 દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમા કારણે 2 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂંટ જેટલો વધારો થયો થયો છે. પરિણામે ખેડૂતોના સીંચાઈના પાણીની સમસ્યા પણ હવે સમાધાન આવશે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution