બંગાળમાં અડધી ચૂંટણીમાં જ ટીએમસી આખી સાફ થઈ ગઈ: PM મોદી
12, એપ્રીલ 2021

કોલકત્તા-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને વર્ધમાનમાં તલિત સાઈ સેન્ટરમાં જનસભા સંબોધી. પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે જનતાએ ચાર તબક્કાના મતદાનમાં દીદીના પ્લાનને ફેલ કરી દીધો છે અને હવે તેમની ઈનિંગ ખતમ થઈ ચૂકી છે.

જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે વર્ધમાનની ૨ ચીજાે ખુબ મશહૂર છે એક તો ચોખા અને બીજાે મિહિદાના. તમારી બોલી, તમારો વ્યવહાર, અહીંના ખાણીપીણી દરેક ચીજમાં ભરપૂર મીઠાસ છે. તેમણે કહ્યું કે દીદીની કડવાહટ, તેમનો ક્રોધ, વધી રહ્યો છે. જાણો કેમ? હું જણાઉ છું. કારણ કે બંગાળમાં અડધી ચૂંટણીમાં જ તમે ટીએમસીને આખી સાફ કરી દીધી છે. એટલે કે અડધી ચૂંટણીમાં જ ટીએમસી આખી સાફ.

પીએમ મોદીએ કહ્યું કે ચાર તબક્કાના મતદાનમાં બંગાળની જાગૃત જનતાએ એટલે ચોગ્ગા છગ્ગા માર્યા કે ભાજપની સીટોની સેન્ચ્યુરી થઈ ગઈ. જે તમારી સાથે ખેલા કરવાનું વિચારતા હતા તેમની સાથે ખેલા થઈ ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે દીદીને એ પણ માલૂમ છે કે એકવાર બંગાળથી કોંગ્રેસ ગઈ તો ક્યારેય પાછી નથી આવી. ડાબેરીઓ, વામપંથીઓ, ગયા તે પાછા નથી આવ્યા. દીદી તમે પણ એકવાર ગયા તો પાછા ક્યારેય નહીં ફરો.

પીએમ મોદીએ કહ્યું કે એક તો નંદીગ્રામમાં બંગાળના લોકોએ દીદીને ક્લીનબોલ્ડ કરી દીધા. એટલે કે બંગાળમાં દીદીની ઈનિંગ પૂરી થઈ ચૂકી છે. બંગાળના લોકોએ દીદીના ખુબ મોટા પ્લાન ફેલ કરી દીધા. દીદી તૈયારી કરીને બેઠા હતા કે પાર્ટીની કેપ્ટનશીપ ભાઈપોને સોંપશે પરંતુ દીદીના આ ખેલાને પણ જનતાએ સમયસર સમજી લીધો. આથી દીદીનો બધો ખેલ ઠેરનો ઠેર રહી ગયો. અને ત્રીજુ એ કે દીદીની આખી ટીમને જ બંગાળના લોકોએ મેદાનમાંથી બહાર જવાનું કહી દીધુ છે. હવે દીદી બંગાળના લોકોથી ગુસ્સે તો થશે જ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દીદીએ ૧૦ વર્ષ સુધી મા, માટી અને માનુષના નામે બંગાળ પર રાજ કર્યું. પરંતુ હાલના દિવસોમાં મા, માટી અને માનુષ નહીં પરંતુ મોદી મોદી... કરતા રહે છે. તેમણે કહ્યું કે દીદીએ બંગાળમાં શાસનના નામે ખુબ મોટો ગડબડગોટાળો ક્યો છે. જન્મદિવસ ઉજવવાનો છે, તો ટીએમસીને પૂછો. ઘર બનાવવાનું છે તો ટીએમસીને કટ મની આપો. રાશન લાવવાનું છે તો ટીએમસીને કટમની આપો. ક્યાંક તમારો સામાન લઈ જવાનો છે લાવવાનો છે તો ટીએમસીને કટમની આપો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution