દિલ્હી-

સરહદ પર તણાવ ઓછો થયા પછી પણ સરકારે ચીનને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ચાલુ રાખવામાં આવ્યો છે. હવે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાંથી બે ચીની કંપનીઓના બોલી રદ કરવામાં આવી છે. આ કરાર લગભગ 800 કરોડનો હતો.

અધિકારીઓએ આ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાનો ઇનકાર કરી દીધો છે અને હવે બીજા સૌથી નીચા દરે બોલી લગાવનાર કંપનીને આ કરાર આપવામાં આવશે. આ કરાર દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેના બે વિભાગનો હતો.

બંને કંપનીઓ ચીન જીગાંગક્સી કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કોર્પોરેશનની પેટાકંપનીઓ છે. એક સમાચારના અહેવાલ મુજબ, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રાજમાર્ગ અને માર્ગ પરિવહન મંત્રાલયે આશરે 800 કરોડના આ કરારો રદ કર્યા છે. બંને કંપનીઓ બોલી લગાવવામાં સફળ રહી, તેમ છતાં તેમને એવોર્ડનો પત્ર આપવામાં આવ્યો નહીં. આ કરાર હવે બીજી સૌથી ઓછી બોલી લગાવતી કંપનીને આપવામાં આવશે.